*Medical admissions program update*
શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટેના ઓનલાઈન પ્રવેશ
મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ માટે ૮મી જુન પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા થશે
વિદ્યાર્થીએ શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટે મેડિકલ અને પેરામેડીકલ વિધ્યાશાખાના પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ ગુજરાત રાજયની નિયત કરેલ
*એક્સિસ બેંકની શાખાઓ
* પરથી યુનિક પીન અને માહિતી પુસ્તિકા મેળવવાનાં રહેશે(રવિવાર સિવાય). શાખાઓની વિગતવાર માહીતી
(www.medadmbjmc.in) ઉપર ઉપલબ્ધ થશે.
વિદ્યાર્થી યુનિક પીન ઓનલાઈન NIC ની વેબસાઈટ પરથી પણ મેળવી શકશે.
*ખાસ નોંધ – યુનિક પીન ની કિંમત રૂ/- ૧૮૦/- છે. જે ઓનલાઈન કે રૂબરૂ ભરવાથી મળી શકશે.*
વિદ્યાર્થી બેંક અથવા ઓનલાઈન મેળવેલ પીન નંબરથી પોતાની જાતે ઘરેથી અથવા ઈંટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈને પ્રવેશ ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકશે. અથવા તો કમીટી દ્વારા નક્કી કરેલા હેલ્પ સેંટરો પર જઈને પણ પ્રવેશ ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકશે.
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા (રજીસ્ટ્રેશન કરવા) માટેની માહિતી પુસ્તિકા આપ કમિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.
આ પ્રવેશ (રજીસ્ટ્રેશન) પ્રક્રિયામાં મેડીકલ અને પેરામેડીકલના બધાજ કોર્ષ *(મેડીકલ ,ડેન્ટલ, બી.એસ.સી નર્સીગ, આર્યુવેદ, હોમીયોપેથી, ફીઝીયોથેરાપી,ઓપ્ટ્રોમેટ્રી, નેચરોપેથી, ઓડીયોલોજી, ઓર્થોટીકસ એન્ડ પ્રોસ્થેટીક)* માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે. અલગ અલગ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી.
એન્જીનીયરીંગ, ફાર્મસી, જનરલ નર્સીગ એન્ડ મિડવાઈફરી (G.N.M.) અને ઓક્ઝીલરી નર્સ મિડવાઈફ (A.N.M.) માટે ની એડમિશન કમીટી અલગ છે. એ.સી.પી.એમ.ઈ.સી. (એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ) આ કોર્સિસમાં પ્રવેશ આપતી નથી.
*કમીટી દ્વારા નક્કી કરેલા સ્થળો પર હેલ્પ સેંટરો ખોલવામાં આવશે.*
*જેની માહીતી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને હેલ્પ સેંટરો પરથી પણ વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી (રજીસ્ટ્રેશન કરી) શકાશે.*
*હેલ્પ સેંટરો માંથી ઓનલાઈન ફોર્મ ભરવા(રજીસ્ટ્રેશન કરવા) માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહિ.*
*આપ જો શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માટે મેડિકલ અને પેરામેડીકલ વિધ્યાશાખાના પ્રવેશ ફોર્મ (રજીસ્ટ્રેશન) ભરવાના હોવ તો આપની પાસે નીચે મુજબના ડોકયુમેંટ (પ્રમાણપત્રો) હોવા જરૂરી છે.*
• (૧) ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ (ચાર સેમેસ્ટરના માર્ક્સ સાથે દર્શાવતી માર્ક્સશીટ)
• (૨) ગુજકેટ -૨૦૧૬ ની માર્કશીટ
• (૩) ધોરણ -૧૦ની માર્કશીટ
• (૪) શાળા છોડયાનું પ્રમાણપત્ર ( જો પ્રમાણપત્રમાં જન્મ સ્થળ ન હોય તો જન્મ નો દાખલો (અનામત કક્ષાના ઉમેદવારોએ ૨ નકલ જોડવી)
• (૫) અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર બે નકલ જોડવી (જો લાગુ પડે તો)
• (૬) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે તા. ૧/૦૪/૨૦૧૬ પછી મેળવેલ પરિશિષ્ટ –ક નું (નોન ક્રિમીલેયર) પ્રમાણપત્ર બે નકલમાં
• (૭) શારીરીક ખોડખાંપણનું પ્રમાણપત્ર, મેડીકલ ઓફીસર તથા મેડીકલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલુ. (જો શારીરીક ખોડખાંપણ હોય તો)
• (૮) જો અમદાવાદ અને સુરત લોકલ વિદ્યાર્થી હોય તો NHL Municipal Medical College Ahmedabad અને Surat Municipal Medical College Surat (SMIMER) ના ડીનશ્રીનું પ્રમાણપત્ર
• (૯) આવકનું પ્રમાણપત્ર (અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ માટે)
0 Comments
vijayjadav116@gmail.com