ABOUT OF SUDAMA SETU....
__________________________________________
Inaugurated ‘Sudama Setu’, a cable-stayed hanging pedestrian bridge, over Gomti river connecting Shri Dhwarkadheesh’s Jagat Mandir with Panchnad Tirth (Panch Kui) constructed under Public Private Partnership (PPP) of Reliance Industries Ltd. and Gujarat Pavitra Yatradham Vikas Board at the cost of Rs. 7.70 crore. This added attraction for devotees will also ease pilgrim’s commute. I am happy to announce that in near future we are going to develop a state-of-the-art audio-visual exhibition on the divine forms and plays of Krishna at Dwarka. I believe that it is important to keep cleanliness to make our pilgrimage sites more sacred and the efforts of the state government are to give global recognition to our ancient pilgrimage....
__________________________________________
ધર્મ અને આસ્થાનો સ્વયંભુ સાક્ષાત્કાર ગુજરાતની ધરતી પર ડગલેને પગલે મળે છે, પછી તે સોમનાથમાં બિરાજમાન ભોલેનાથ થકી હોય કે દ્વારકામાં વસતા દ્વારકાધિશ થકી. ભક્તોની અપાર શ્રદ્ધાપૂર્વકની ભક્તિ અને પરમ કૃપાળુના આશિર્વાદને આડે કોઇ અગવડ ન આવે તે આશયથી આ સરકારે આપણા તમામ ધાર્મિક-પવિત્ર સ્થાનોના ઉત્કૃષ્ઠ વિકાસની નેમ લીધી. આજ સંકલ્પના ભાગરૂપે આજે દ્વારકા ખાતે રૂ. ૭.૭૦ કરોડના ખર્ચે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જનભાગીદારીથી તૈયાર થયેલ “સુદામા સેતુ”ને સમાજને સમર્પિત કર્યો. નાનકડા બેટ વિસ્તાર એવા પંચનંદ તીર્થ કે જ્યાં પહોંચવા શ્રધ્ધાળુઓએ પહેલા હોડીમાં બેસીને જવું પડતુ હતું, તે હવે આ સેતુ મારફતે સુગમતાપૂર્વક પહોંચી શકશે. આ ઉપરાંત ભવિષ્યમાં અહીં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી કૃષ્ણજીવનની સુંદર દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆતનું આયોજન પણ કરાયું છે.વધુમાં આ પ્રસંગે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ થાકી દ્વારકાના વિકાસ માટે રૂ. ૧૫ કરોડનો ચેક પણ અર્પણ કર્યો. સુદામા સેતુ અને પંચકૂઈ વિકાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આ સેતુ થકી ભક્તિમાર્ગની યાત્રા પરના નાગરિકનો પ્રવાસ વધુ સુવિધાજનક બની રહેશે તેવો વિશ્વાસ ગોમતી નદીના પવિત્ર કાંઠેથી વ્યકત કરવાની સાથે દ્વારકાધીશના દર્શન-પૂજા કરીને હાજર સૌ કોઇને આ પુણ્યધામને સ્વચ્છ રાખવા સુચવ્યું.
0 Comments
vijayjadav116@gmail.com